બિઝિનેસ લોન
પોતાનો બિઝનેસ શરૂ કરવા સરકાર કોઈ ગેરંટી વગર 10 લાખ રૂપિયાની લોન આપી રહી છે, લોન મંજૂર કરાવવા બેંકને બિઝનેસ પ્લાન જણાવવો પડશે.
- આ અંતર્ગત કોઈપણ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લઈ શકે છે
- આ યોજનાનો હેતુ શેરી વિક્રેતાઓથી લઈને નાના ઉદ્યોગોને ગેરંટી વગર લોન આપવાનો છે
કોરોના વાઇરસને કારણે દેશમાં રોજગારની સમસ્યા વધી રહી છે. આવા સમયે જો તમે લોકડાઉન પછી પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો મુદ્રા યોજના હેઠળ તમે સરકાર પાસેથી 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
ગેરંટી આપ્યા વગર લોન મેળવી શકાશે
વર્ષ 2015માં શરૂ થયેલી આ યોજનાનો હેતુ શેરી વિક્રેતાઓથી લઇને નાના ઉદ્યોગો સુધી કોઈપણ વ્યક્તિને ગેરંટી વગર લોન આપવાનો છે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે લોન લઈ શકે છે. આ સાથે, જો કોઈ પોતાનો હાલનો વ્યવસાય વધારવા માગે તો તે આ યોજના દ્વારા હજી પણ લોન મેળવી શકે છે.
10 લાખ રૂપિયાની લોન મળે છે
મુદ્રા લોનને 3 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે - શિશુ લોન, જેની મહત્તમ મર્યાદા 50 હજાર રૂપિયા છે, કિશોર લોન, જેની મર્યાદા 50 હજારથી લઈને 5 લાખ રૂપિયા છે અને તરુણ લોન, જેમાં મહત્તમ 10 લાખ રૂપિયાની મર્યાદા છે. એટલે કે તમારા કામ પ્રમાણે તમને લોન આપવામાં આવશે.
લોન લેવા માટે બિઝનેસ પ્લાન જણાવવો પડશે
સૌપ્રથમ અરજદારે એક બિઝનેસ પ્લાન તૈયાર કરવાનો હોય છે. આ સાથે જ લોન માટે તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા પડશે. સામાન્ય દસ્તાવેજોની સાથે બેંક તમારી પાસેથી તમારો બિઝનેસ પ્લાન, પ્રોજેક્ટ રિપોર્ટ, ભાવિ આવક સંબંધિત દસ્તાવેજો પણ માગશે. જેથી તે તમારી જરૂરિયાતોને જાણી શકે. તેમજ, એ વાતનું અનુમાન પણ લગાવી શકે કે તમને કેવી રીતે ફાયદો થશે અથવા નફો કેવી રીતે વધશે.
કેટલું વ્યાજ ચૂકવાનું રહેશે?
મુદ્રા લોનની વિશેષ વાત એ છે કે તેમાં કોઈ નિશ્ચિત વ્યાજ દર નથી. વિવિધ બેંકો લોન પર વિવિધ દરે વ્યાજ વસૂલ કરી શકે છે. કયા પ્રકારનો વ્યવસાય અને તેની સાથે સંકળાયેલા જોખમના આધારે દર નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે, વ્યાજ દર વાર્ષિક 10 થી 12 ટકા છે. તેના માટે કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી.
વ્યાજ પર 2% છૂટનો લાભ મળશે
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ અંતર્ગત મુદ્રા સ્કીમ અંગે મોટી જાહેરાત કરી હતી. આ અંતર્ગત નાણા પ્રધાને શિશુ મુદ્રા લોન પર 2% વ્યાજની છૂટની જાહેરાત કરી. આ છૂટ સરકાર 12 મહિના માટે આપશે.
પ્રોસેસિંગ ફી નહીં ચૂકવવી પડે
આ માટે કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી. લોનની ચૂકવણીનો સમયગાળો 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. લોન લેનારાને મુદ્રા કાર્ડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ વ્યક્તિ જરૂર પડે ત્યારે આવેલા ખર્ચ પૂરા કરવા માટે કરી શકે છે. આ યોજના સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
આ લોન માટે અપ્લાય કેવી રીતે કરવું?
- સૌપ્રથમ તમારે લોન ઓફિશ્યલ વેબસાઇટ mudra.org.in પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. વેબસાઇટ પર ત્રણ પ્રકારના લોનનાં ઓપ્શન છે. તમને જોઈતી કોઈપણ લોન પર ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરો.
- ત્યારબાદ લોન એપ્લિકેશન ફોર્મની બધી માહિતી ભરો. આ ફોર્મમાં સામાન્ય માહિતી ઉપરાંત તમારે વ્યવસાય શરૂ કરવાની જગ્યા વિશે પણ કહેવું પડશે.
- મુદ્રા લોન એપ્લિકેશન, બિઝનેસ પ્લાન અથવા પ્રોજેક્ટ રિપોર્ટ, ઓળખ સંબંધિત દસ્તાવેજો જેવા કે પાનકાર્ડ, આધારકાર્ડ, મતદાર ઓળખકાર્ડ વગેરે.
- એક કરતાં વધારે અરજદારોના કિસ્સામાં ભાગીદારી સંબંધિત દસ્તાવેજો, ટેક્સ રજિસ્ટ્રેશન, બિઝનેસ લાઇસન્સ વગેરે.
- ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી તમારી બેંક અથવા કોઈપણ બેંકમાં જઇને તમામ ડોક્યૂમેન્ટ્સ સબમિટ કરો. આ સમય દરમિયાન, બેંકના બ્રાંચ મેનેજર તમારા વ્યવસાય અને કામ વિશેની માહિતી લઈ શકે છે.
- લોન માટે અરજી કર્યાના થોડા દિવસોમાં તમને મુદ્રા ડેબિટ કાર્ડ મળશે અને તમારી લોનની રકમ આ કાર્ડમાં જમા થઈ જશે, જેનો ઉપયોગ તમે તમારો વ્યવસાય શરૂ કરવા માટે કરી શકશો.
- વધુ માહિતી માટે કોલ કરો 9978399925